✨"જનસેવા એજ પ્રભુસેવા" ને પોતાનું જીવનમંત્ર બનાવનાર માનવતા પ્રેમી માણસ.✨

                    "સેવા ધરમ ની ઉજળી પરંપરા "
થોડા દિવસ પહેલા એક સરસ મજાની ભેટ આવી.આ ભેટ માં પૂજ્ય જલારામ બાપાનું પોકેટ ટેમ્પલ હતું.હું મારા મોટા ભાગના લેખો મારા જીવનના અનુભવો ને આધારે લખતી હોવ છું.આજે આ પૉકેટ ટેમ્પલ જોઈને જલારામ બાપા વિશે થોડું લખવાનું મન થયું.ત્યાં કુદરત નો અનોખો સંયોગ રચાયો આજે એમની જન્મજયંતી પણ છે.પૂજ્ય જલારામ બાપા ને કોઈ એક જ જ્ઞાતિ ના સંત તરીકે ગૌરવ ન લેતા સમગ્ર સોરઠની અને એનાથી વિશેષ જગતની સંત પરંપરા ને ઉજળી કરનાર ને એમની જન્મ જયંતિ પર સ્મરણાંજલિ.🙏

રામકૃષ્ણ પરહંસે માયા અને દયા વચ્ચેનો સૂક્ષ્મ ભેદ સમજાવ્યો છે.માયા એટલે બધા સગા વહાલા પ્રત્યેનું ખેંચાણ.તેમજ જનસેવા એજ પ્રભુસેવા ની ભાવના એટલે દયા.
ભક્તિ એ બતાવવાની નહિ પણ અનુભવવાની બાબત છે. સંસારમાં રહીને જેમણે ભક્તિનો કઠિન માર્ગ પસંદ કર્યો હતો આ સંતો માં સ્વાતિ નક્ષત્ર જેવું ઉજળું નામ એ સંત જલારામ બાપાનું લેવાય છે.રાજકોટ થી થોડા કિલોમીટરના અંતરે આવેલું નાનકડું ગામ વીરપુર આજે જલારામ બાપાને કારણે દેશ વિદેશમાં જાણીતું બન્યું છે.

~પરિચય~
          વીરપુર માં પ્રધાન ઠક્કર નામના ગૃહસ્થ અને તેમના પત્ની રાજબાઇ ને ત્યાં સંવત 1856ના કારતક સુદ સાતમના દિવસે એક પુત્રનો જન્મ થયો.નામ જલારામ રાખ્યું.કબીર સાહેબે કીધેલું, " કર સાહેબ કી બદંગી ઔર ભૂખ્યે કો અન્ન દે". આ પરંપરા ઠક્કર ના ઘરમાં મહેકતી હતી.
એકવાર કોઈ વૃદ્ધ મહાત્મા વીરપુર આવ્યા. રાજબાઇએ તેમની સેવા કરી.મહાત્મા એ જતી વખતે આશીર્વાદ આપ્યા કે "માતા તમારે ત્યાં બીજો પુત્ર અવતરશે તેના નામની માનતાઓ થશે,તમારે કુળને તે દીપાવશે".
જલારામ મોટા થયા તે જ્યારે 15 વર્ષના થયા ત્યારે તેમની સગાઈ જામનગર રાજ્યના આટકોટ ગામના પ્રાગજી સોમૈયાની પુત્રી વીરબાઈ સાથે થઈ.16 વર્ષની ઉંમરે તેમના લગ્ન થયા.જલારામજી અને વીરબાઈમાંનું ગૃહસ્થજીવન શરૂ થયું.
પ્રધાન ઠક્કર ના નાના ભાઈ વાલજી ઠક્કર નિઃસંતાન હતા.તેમને જલારામજી ને તેમની દુકાનમાં રાખ્યા.કાકાની દુકાનેથી ભિક્ષુક,યાચક અથવા સાધુને દક્ષિણા આપ્યા વિના જવા ના દે.
થોડા સમય પછી જલારામ જી નું દિલ સંસાર માંથી વિરક્ત થવા લાગ્યું.જીવનના 18 મે વર્ષે તેઓ વિરબાઈ ને સાથે લઈને તીર્થયાત્રા પર નીકળ્યા.
જાત્રા માંથી આવ્યા પછી અલગ નિરંજનની લગની લાગી ગઈ.એમને દુકાને જવાનું બંધ કર્યું.કોઈ સંત પાસે કંઠી પહેરવાની ખૂબ ઇચ્છા હતી. આથી તેઓએ અમરેલીના ફતેહપુર ના ભોજા ભગત પાસેથી 19 માં વર્ષે દીક્ષા લીધી.અને વીરપુરમાં આશ્રમ બાંધ્યો.
પરિવારથી અલગ રહેતા પતિ પત્ની પાસે રોકડ રકમ ન હતી. આથી બંને ખેત મજૂરી કરીને જીવન નિર્વાહ ચલાવતા હતા.અને ધીમે ધીમે તેમણે અનાજ ભેગુ કર્યું એ અનાજ એમણે ભૂખ્યા ને ભોજન કરાવવામાં વાપર્યું.
અન્ન દાન એ સૌથી પવિત્ર દાન છે.સોરઠની સંસ્કૃતિ તો આમ પણ ભૂખ્યા ને ઘર આંગણે થી ભોજન કર્યા વિના પાછી ન જવા દે.ત્યારે જ કહેવાયું છે,

"કાઠિયાવાડમાં  કોક દિ તું ભૂલો પડ ભગવાન,
તું થા અમારો મહેમાન,તને તારું સ્વર્ગ ભુલાવુ શામળા."

અને જલારામજી અને માં વીરબાઈ એ સંવત 1876 ના મહા સુદ બીજને દિવસે વીરપુરમાં સદાવ્રત ની શરૂઆત કરી.
સદાવ્રત ના થોડા દિવસ પછી એક સાધુ આવ્યા. તેમણે કહ્યું કે હનુમાનજીની પ્રતિમા જમીનની અંદર દટાયેલી છે.આજથી ત્રીજે દિવસે તે પ્રગટ થશે.સાધુના ગયા પછી ત્રીજે દિવસે હનુમાનજીની પ્રતિમા પ્રગટ થઈ.જલારામ જી એ ત્યાં મંદિર બાંધી લાલજી મહારાજ અને હનુમાનજી ની પૂજા કરવા લાગ્યા.
રાજવી મૂળજી બીજા એ પણ બે સાંતીની એક વાડી અને પોતાના તરફથી અનાજનો ભાગ આશ્રમને અર્પણ કર્યો.
એક સાધુએ વીરબાઈ માં ને કહ્યું કે જા બેટા થોડે દૂર જંગલમાં જા.આ ધોકો અને ઝોળી લેતી જા.ઝોળી અન્નપૂર્ણા બનશે.આજે પણ ઝોળી તથા ધોકાની વીરપુરમાં પૂજા થાય છે.

જલારામજીને નામે અનેક ચમત્કારો તેમજ પરચાઓ થાય છે.ચમત્કારો તો શ્રદ્ધાની બાબત છે. વીરપુરના આંગણથી અન્નદાન નો પ્રવાહ અસ્ખલિત વહેતો રહે છે.
જલારામ જી ના મૃત્યુ પછી હરિરામજીએ આશ્રમ નો વહીવટ સંભાળ્યો.

જલારામ જી એ પોતાના નામે કોઈ પંથ ઊભો કર્યો નથી.હજારો લોકોના દિલમાં તેમનું અડોલ સ્થાન છે.દાનની જાહેરાત થી પર રહીને માનવસેવા મટે ગુપ્ત સહાય આશ્રમ તરફથી આપવામાં આવે છે.
જલારામ જયંતિ ના દિવસે વીરપુરમાં ઉત્સવ ઉજવાય છે.અને પૂજ્ય જલારામ બાપાને યાદ કરાય છે.
આજના આ દિવસે ભક્તિ પરંપરાના આ મહાન સંત ને યાદ કરીને એમના ચરણો માં સાદર પ્રણામ.

               ~ પ્રેરણા કાનાણી~✍️✨
#હું_અને_મારી_વાતો✨💫









Comments

Popular posts from this blog

"दो दिन के दो पंछी"(उपन्यास) by prerna kanani

दिवाली2024

"ત્યાગપત્ર" ઉપન્યાસ નું મૂલ્યાંકન: મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી