✨શ્રી કૃષ્ણ : એક આંતરિક, શાશ્વત પ્રેરણા ✨
❤️શ્રી કૃષ્ણ: એક આંતરિક, શાશ્વત પ્રેરણા❤️ ~Love is your quality,love is not what you do,love is what you are. મને કૃષ્ણ ગમે છે.હું કૃષ્ણમય બની જાવ છું.હું કૃષ્ણમાં ખોવાઈ જાવ છું.ઘણીવાર ધર્મ થી મને ડર લાગે છે,કારણકે આમ કરાય,આમ ના કરાય,આ કરવાથી આમ થાય પેલું થાય..!!આ બધામાં આપણે ભગવાનને ભૂલી ગયા છીએ!! યાદ રાખો કે ભક્તિ ના કેન્દ્રમાં ઈશ્વર છે,ભગવાન છે.તમે જેને પરમતત્વ કહો છો એ પરમાત્મા છે. કૃષ્ણ એટલે હું અને હું એટલે મારો કૃષ્ણ,એટલે કે હું અને મારા કૃષ્ણ.! "હું" એટલે આપણે,આપણે એટલે પરિવાર,પરિવાર એટલે સમગ્ર દેશ,અને સમગ્ર દેશ થી આગળ સમગ્ર સૃષ્ટિ. ~કૃષ્ણ ની શોધ : શું તમારે કૃષ્ણ ને જોવા છે?? શું તમારે એ ઓલટાઈમ ગુરુ ને મળવું છે??તો ચાલો! આજે હું કહું કે કૃષ્ણ ક્યાં મળશે..! "સૌએ શોધ્યા કૃષ્ણને આખા જગમાં.. અને મળ્યા બધા ને અલગ અલગ ચીજમાં.. કોઈને એ કાનાના રૂપમાં મળ્યા ગોકુળમાં.. તો કોઈને એ લીલા કરતા મળ્યા વૃંદાવનમાં.. તો એકને મળ્યા એ મથુરાની જેલમાં.. તો કોઈને એ દ્વારકાધીશ મળ્યા દ્વારકામાં.. બીજાને મળ્યા એ માધવ માધવપુરમાં.. તો કોઈને એ મોહન મળ્યા તરુનીચે ભાલકા માં.....