✨શ્રી કૃષ્ણ : એક આંતરિક, શાશ્વત પ્રેરણા ✨


      ❤️શ્રી કૃષ્ણ: એક આંતરિક, શાશ્વત પ્રેરણા❤️

~Love is your quality,love is not what you do,love is what you are.

મને કૃષ્ણ ગમે છે.હું કૃષ્ણમય બની જાવ છું.હું કૃષ્ણમાં ખોવાઈ જાવ છું.ઘણીવાર ધર્મ થી મને ડર લાગે છે,કારણકે આમ કરાય,આમ ના કરાય,આ કરવાથી આમ થાય પેલું થાય..!!આ બધામાં આપણે ભગવાનને ભૂલી ગયા છીએ!!
યાદ રાખો કે ભક્તિ ના કેન્દ્રમાં ઈશ્વર છે,ભગવાન છે.તમે જેને પરમતત્વ કહો છો એ પરમાત્મા છે.

કૃષ્ણ એટલે હું અને હું એટલે મારો કૃષ્ણ,એટલે કે હું અને મારા કૃષ્ણ.!
"હું" એટલે આપણે,આપણે એટલે પરિવાર,પરિવાર એટલે સમગ્ર દેશ,અને સમગ્ર દેશ થી આગળ સમગ્ર સૃષ્ટિ.
~કૃષ્ણ ની શોધ : શું તમારે કૃષ્ણ ને જોવા છે?? શું તમારે એ ઓલટાઈમ ગુરુ ને મળવું છે??તો ચાલો! આજે હું કહું કે કૃષ્ણ ક્યાં મળશે..!
"સૌએ શોધ્યા કૃષ્ણને આખા જગમાં..
અને મળ્યા બધા ને અલગ અલગ ચીજમાં..
કોઈને એ કાનાના રૂપમાં મળ્યા ગોકુળમાં..
તો કોઈને એ લીલા કરતા મળ્યા વૃંદાવનમાં..
તો એકને મળ્યા એ મથુરાની જેલમાં..
તો કોઈને એ દ્વારકાધીશ મળ્યા દ્વારકામાં..
બીજાને મળ્યા એ માધવ માધવપુરમાં..
તો કોઈને એ મોહન મળ્યા તરુનીચે ભાલકા માં..

પણ "પ્રેરણા" ને તો એ મુરલીધર મળ્યા એના હ્યદયમાં.".!

કૃષ્ણ નું વ્યક્તિત્વ એ કૈંક અલગ જ છે.કૃષ્ણ એ માત્ર ઉપદેશ જ નથી આપતા.પણ એ ઉપદેશ નું પ્રેક્ટીકલ પણ કરી બતાવે છે.કૃષ્ણ આપણી સાથે આપણા જેવું જ જીવન જીવે છે.અને પરમાત્મા બનીને આપણા માર્ગદર્શક પણ બને છે.જે તત્વ જ જન્મ અને મરણ થી ઉપર છે,એ અમર તત્વ છે,એના જન્મોત્સવ નો તહેવાર ઉજવાય એની લીલાઓ, વિશેષતાઓ આપણા મન ને હરી લ છે.એના પ્રત્યે અલગ જ લાગણી આવે છે.
કૃષ્ણ એક એવી અનંત,શાશ્વત નાદ છે જે ભીતરમાં ભળી જાય તો એના વ્યક્તિત્વમાં નિખાર આવવા લાગશે.!
કૃષ્ણ એ આપણને આત્મ સાક્ષાત્કારનો માર્ગ બતાવે છે.કૃષ્ણ એ શ્રીમદ્ ભાગવત નું આકર્ષણ છે,મહાભારતનું હાર્દ છે, ભગવત ગીતા નો પ્રાણ છે.

દુઃખ અને વેદનાના જ્યારે કાંટા પગમાં વાગે ત્યારે એ પીડા નથી થતી પણ તમે કોઈને કહી પણ નથી શકતા!! અંદર ને અંદર તમે એ વેદનાને પી જાવ છો!! અને હસતા મુખે એને આવકારો છો!!ત્યારે સમજાશે કે કૃષ્ણ ને પણ કૃષ્ણ બનવા શું કરવું પડ્યું હતું.!
તે પ્રેમ અવતાર છે, તે પરમ આનંદ છે લ, પરિસ્થિતિ અનુસાર પોતાનો રોલ નિભાવે છે.વાંસળી વગાડતા કૃષ્ણ સમય આવે ત્યારે સુદર્શન લઈ શકે! તેમજ બાળપણમાં સખાઓ સાથે માખણ ચોરી કરતા કૃષ્ણ વખત આવે ત્યારે સુદામા ને વૈભવ વિલાસ આપી શકે..!
તે એક સારા ગોપી અને સખા ના મિત્ર પણ બની શકે છે..! આ એક શાશ્વત વિચારધારા છે.
ગાંધારીએ કૃષ્ણ ને શ્રાપ આપ્યો કે એનાં આખા કુળનો નાશ થાય! ત્યારે શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન હોવા છતાં પણ એક સ્ત્રીનો શ્રાપ માથું નમાવીને સ્વીકાર કર્યો!!સર્વશક્તિમાન હોવા છતાં વિનમ્રતા એ મારો કૃષ્ણ છે.!

અર્જુને જ્યારે ધનુષ નાખી દીધું ત્યારે તે ધનુષ ઉપાડી એને અર્જુન વતી લડાઈ ના કરી પણ એ એના સારથી બન્યા.!આ રીતે એ સમજાવે છે કે દુનિયાની તકલીફ માં તું એકલો લડીશ તો હું હંમેશા તારી સાથે ઊભો રહીશ.
એટલે જ જ્યારે તમે કોઈપણ ભગવાનના દર્શન કરવા જાવ ત્યારે માત્ર એટલું કહેજો કે "હે! પરમકૃપાળુ ઈશ્વર મને મારા દુઃખ સામે લડવાની શક્તિ આપજે!નહિ કે મને મારા દુઃખથી છુટકારો આપો"!

કહેવાય છે કે કૃષ્ણ એ "લવગુરું" છે.ત્યારે મારાથી એને એક જ ફરિયાદ થઈ જાય છે.!
"હે કાન્હા! નથી રહી હવે જગતમાં પહેલા જેવી પ્રેમ ની રીત! નથી કોઈ રાધા સમ પ્રેમિકા! કે નથી કોઈ કૃષ્ણ સમ સખા!

આપણા જ રોજિંદા જીવનમાં આપણે ઘણી બધી ભૂમિકાઓ નિભાવવી પડે છે! પણ શું આપણે દરેક જવાબદારી કૃષ્ણ ની જેમ નિભાવી શકીએ?શું આપણે આપણા સબંધોમાં નિઃસ્વાર્થ પ્રેમનો રંગ ન ભેળવી શકીએ?? જો હા,તો કૃષ્ણ આપણા માટે એક આંતરિક અને શાશ્વત પ્રેરણા છે.

"પ્રેરણા" એની કલમ ત્યારે તન મન કૃષમય બની અને શબ્દો ની સરિતા સરી પડે છે.

" बहुत खूबसूरत है मेरे ख्यालों की दुनिया!
कृष्ण से शुरू और कृष्णे खतम होती है!

प्यार की कलम और कल्पना की स्याही लेती हू!
मेरे अल्फाज उसमे समा जाते है!

कुछ ऐसा है उसका मेरे अस्तित्व में मिल जाना!
मेरी दास्तां खत्म हुई किताब बस "कृष्ण" है!"💞

~ Prerna jagdishbhai kanani ✨email




Comments

  1. શ્રી કૃષ્ણ..શાશ્વત પ્રેરણા

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

"दो दिन के दो पंछी"(उपन्यास) by prerna kanani

दिवाली2024

"ત્યાગપત્ર" ઉપન્યાસ નું મૂલ્યાંકન: મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી