✨ક્ષણ નો સાક્ષાત્કાર ✨
આપણા જીવનમાં ક્યારેક ને ક્યારેક તો અનુભવ થાય છે અને પ્રશ્ન પણ થાય કે શું ઈશ્વર છે? ક્યાં છે? કેવા છે? શું ખરેખર આપણને આ પ્રશ્ન નો જવાબ મળશે? છેલ્લા કેટલાક વર્ષોથી મને આ બધા જ પ્રશ્નો મૂંઝવણ માં નાખે છે.
અને આ પ્રશ્નો ના જવાબ માટે અને પરમતત્વ નો ક્ષણ ભર સાક્ષાત્કાર કરવા માટે અનેક રહસ્યમય જગ્યાઓ નો પ્રવાસ મે કર્યો છે તેમજ અનેક ધર્મ ના ગ્રંથો નો અભ્યાસ મેં કર્યો છે, આટલું નિરીક્ષણ કરવા છતાં મને મારી સમસ્યા નો ઉકેલ ના મળ્યો.
એક વાત તો પાક્કી છે કે સૃષ્ટિ નું મેનેજમેન્ટ કરનાર કોઈ તો છે એ પ્રકૃતિ કે આપણે જેને અલગ અલગ નામ થી ઓળખીએ છીએ તે આપણા ભગવાન.
"કિડી ને કણ અને હાથીને મણ" એ હજાર હાથ વાળો આપી જ દે છે,સવારે આપણને ઉઠાડે છે તો કંઇક નવુ કરવા માટે કૈંક કોઈ ની મદદ કરવા માટે એ આપણને શક્તિ તો આપે જ છે.
કહે છે કે ભારત દેશ એ રહસ્ય થી ભરેલો દેશ છે અનેક સાધુ સંતો છે કે જેની પાસે એવી શક્તિઓ છે જેનાથી બેડો પાર થઈ જાય પણ સાચા સંતો એમની શક્તિ ના બંધન માં હોય છે,અને એ સંતો જે કેટલા વર્ષો થી પ્રભુ ભક્તિ માટે જીવે છે એ પોતાને બહાર ના લોકો થી અલિપ્ત રાખે છે એ ક્યાં રહે છે?એ પ્રશ્ન નો જવાબ ક્યારેય મળ્યો જ નથી.
હળાહળ કળજુગ માં પણ એવા ઘણા પરચાઓ જોવા મળે છે કે જે આપણને આશ્ચર્યચકિત કરી દે છે!!
•શું આ બધા જ પ્રશ્નો એ છેલ્લા ઘણા વર્ષો થી મને મૂંઝવણ માં મૂકે છે આમ તો અત્યાર ની જનરેશન એ ચમત્કાર જેવી વાતો માં માનતી નથી,આવી જ પહેલા હું વિચારધારા રાખતી હતી,કે ચમત્કાર આવુ કશું આ જગત માં હોતું નથી પણ ઘણી એવી ઘટના જે અમારા પરિવાર સાથે મારી સાથે થઈ એ પછી તો મને આ બાબત પર રિસર્ચ કરવાનો રસ જાગ્યો.
એટલે મેં જેને અંતઃકરણ પૂર્વક મારા ગુરુ માન્યા છે અને જેને મને મુંઝવતા દરેક પ્રશ્નો નું સમાધાન સમાધાન કર્યું છે એવા મારા દાદા(દિનેશભાઈ કાનાણી) એમ કહું તો એને જીવન માં ઘણું અનુભવ કર્યું,એને સંસાર થી માંડીને આધ્યાત્મિક ક્ષેત્રે અનુભવ તેમજ અલગારી વેશે પણ ઘણા સાક્ષાત્કાર કર્યા.
એમને જ્યારે મેં મારી ઈશ્વર સબંધી સમસ્યાઓ જણાવી ત્યારે એમને એમની યુવાનીમાં થયેલો એક ઈશ્વર નો સાક્ષાત્કારની વાત મને કહી અને કદાચ એને પહેલે થી જ મારા સ્વભાવ ની ખબર એટલે એને વાત સાથે એનો ફોટો પણ મને બતાવ્યો.
•105 વર્ષ કે એનાથી વધારે એ સંત ની ઉંમર,નામ આનંદ સરસ્વતી,મૂળ એ પશ્ચિમ બંગાળ ના,સાવ બાલ્યા અવસ્થા માં ગામના પાદરે રમતા હતા ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ અને રાધાજી એ નાના બાળક ને ગામના પાદરે થી જાણે એ બાળક ને એની સાથે આવવા નું કહ્યું હોય તેવી રીતે એ અનુપન કૃષ્ણ અને મનોહર રાધાજી ની પાછળ એ ગામથી દૂર ચાલ્યા ગયા એ પ્રભુ આગળ અને ભક્ત પાછળ તેવી રીતે બંગાળ ના નીગમાંનંદ સરસ્વતી ના આશ્રમ સુધી લઈ આવ્યા જાણે એ બાળક નો જન્મ
જ ભક્તિ કરવા માટે થયો હોય!! આ વાત એ અમુક ને કાલ્પનિક લાગશે મને પણ પહેલી વખત કાલ્પનિક લાગી પણ કેવાય ને કે ઈશ્વર ના પારખાં ના હોય એનો અનુભવ હોય!!
એ પછી એ આનંદ સરસ્વતી એ સંસાર નો ત્યાગ નાની ઉમર માં જ કર્યો અને ગુરુ પાસેથી શિક્ષા લઈ ભારત ભ્રમણ પણ કર્યું અને એમાં એ ચાતુર્યમાસ કરવા માટે અમારા ગામના આવ્યા આ વાત વર્ષો પહેલા ની છે મારા દાદા ના કહેવા પ્રમાણે 1995 કે 1990 ની વાત છે,યુવા અવસ્થા માં મન એવું હોય કે આધ્યાત્મિક જગત પ્રત્યે રુચિ નો અભાવ હોય છે એવું જ મન એ સમયે મારા દાદાનું કે જેને સાધુ સંત, ચમત્કાર ઉપર જરાય શ્રદ્ધા નહિ,બસ ખુદ નો વ્યવસાય કરે અને પૈસા કમાવાથી મતલબ...પરિસ્થિતિ સારી...એ વખતે પૂર્વજો ની 100 વિધા જમીન એટલે ત્યારે કંઈ ઈશ્વર ના સહારા ની ખબર નહિ પણ કપરા દિવસો ત્યારે આવ્યા કે દાદા ને વ્યવસાય માં ખોટ જવા લાગી જે હતું એ વેચાવા લાગ્યું.ઘર થી માંડીને બધું વેચાય ગયું ભાડા નું મકાન.પણ પહાડ ત્યારે તૂટ્યો કે પૂર્વજો ની 50વીઘા પણ ધીરે ધીરે ટુકડે ટુકડે વેચાવા લાગી,એક સમયે જેના શર્ટ માં સોનાના બટન એને હવે 2 સમય ના રોટલા ખાવા માટે પણ ફાંફા પડવા લાગ્યા,એવા સમય માં ઘરે કોઈકે આવીને કીધું કે એક સંત આવ્યા છે ચાતુર્માસ કરવા માટે એની પાસે જાવ,પણ મારા દાદા એ સમયે એવા ચમત્કાર માં જરાય માનતા નહિ,પણ જ્યારે ખાવા ના ફાંફા પડે દુઃખનો પહાડ તૂટવા લાગે જે હોય એ વેચાવા લાગે એટલે કૈંક સારું થાય એવી વૃત્તિ એ મનુષ્ય માં સામાન્ય છે એટલે એ સંત પાસે ગયા બસ ત્યારથી શરૂઆત થાય છે એક આધ્યાત્મિક જીવનની...જાણે પૂર્વ જન્મ નું મિલન હતું, એ રીતે એ પછી તો એ કેટલી વખત કેટલી કલાકો સુધી એની સાથે બેસી આધ્યાત્મિક ચર્ચા ઓ કરતા,ને એ સંત એટલે કે આનંદ સરસ્વતી જેની પાસે માત્ર એક કે બે જોડી કપડાં,ને ભોજન માટેનું પાત્ર બસ એટલી એની મૂડી.ભક્તો આવે ને કંઈ જમવાનું આપી જાય તો ખાય નહીતો ઉપવાસ!! કંઈ અપેક્ષા નહીં,માં કાલી ની ભક્તિ
માં લીન રહે!! આધ્યાત્મિક જીવનશૈલી જીવે,હવે આવા સાચા સંત ને જોઈ ને દાદા ની તમામ સ્વાર્થ વૃત્તિ સમાપ્ત થઈ ગઈ હવે એ ત્યાં જતા તો માત્ર ઈશ્વર ના સાક્ષાત્કાર માટે!!
બસ,એ સ્વામીજી ચાતુર્માસ કરી બાજુના ગામડે ચાલ્યા ગયા,પણ દાદા નો ને એનો અતૂટ સંબંધ એવો ને એવો રહ્યો દાદા રાતે પણ ચાલીને એ ગામે સ્વામીજી ને મળવા જાય.
આવી જ એક ઘનઘોર તોફાની રાતે દાદા સ્વામીજી ને મળવા જતા હતા બે કાંઠે નદી વહી જતી હતી,નદી પસાર કેમ કરવી!! પાણી નું વેણ ખૂબ જ વધારે!! રાત્રે કંઈ થાય તો! કોઈ સાથે નહિ! પણ એક ભક્ત પર ગુરુ ની કૃપા...ખાલી સ્મરણ કર્યું ત્યાં જાણે થંભન ક્રિયા થઈ તેમ તે રાતે અચાનક બે કાંઠે જતી નદી એ દાદા ને જવાનો રસ્તો આપ્યો હોય એમ એ શાંત બની વહેવા લાગી!! પહોંચતા પહોંચતા સવારે 3 થઈ ગયા...સવારનો સમય એટલે સ્વામીજી ને ત્યાં એક ભક્તે રહેવા માટે નાનો ઓરડો આપ્યો હતો ત્યાં દાદા ગયા ને એ 3 વાગ્યે સવારે એની સમાધિ માંથી ઉભા થઈ સીડી ઉતરતા હતા! સાવ અંધારું!! એટલે દાદા ને લાગ્યું કે સ્વામીજી વૃદ્ધ છે એટલે એને સીડી પરથી ઉતારવામાં સમસ્યા થશે થશે એટલે મદદ કરવાના ઇરાદાથી એને સ્વામીજી નો હાથ પકડી લીધો,એટલે એ અંધારા માં જાણે કૈંક ક્ષણ નો સાક્ષાત્કાર થયો ને માં જગદંબા દક્ષિણેશ્વર કાલી નું સ્વરૂપ!!!! એને સ્વામીજી માં દેખાયું!! સ્વામીજીએ તરત હાથ ખેંચ્યો ને કહ્યું:"छोड़ दो में काली का स्वरूप हु!!!"
ભક્ત ને માં ના દર્શન ની વર્ષો જૂની ઈચ્છા એ ક્ષણ ભર માં પૂરી થઈ!!!
દાદા આજે પણ મને આ વાત કીધી ત્યારે જાણે એ એક જ ક્ષણ માટે ઈશ્વર માં સાક્ષાતકાર નો રોમાંચ મે પણ અનુભવ્યો!!
આવા તો અનેક સંતો છે હજુ પણ આ હળાહળ કળજુગ માં જે ક્ષણ નો સાક્ષાત્કાર કરાવવા માટે સક્ષમ છે!! પણ આવા સંતો એ ક્યારેય એની શક્તિ બતાવતા નથી સમય આવે એટલે સાચા હ્યદય થી ભક્તિ કરીને વિશ્વાસ રાખ્યો હોય ત્યારે એ એના પરચા બતાવે છે.
બાકી વિશ્વાસ અને અંધશ્રદ્ધા માં હજાર ગણો ફર્ક છે!
આ વાત એ કાલ્પનિક લાગશે પણ જેને ક્ષણ નો સાક્ષાત્કાર થાય ને એને જ એ ખબર પડે! કે શું છે ઈશ્વર!
વિચાર કરો અથવા માની લો કે તમારા ઉપર ઘનઘોર મુસીબત આવે છે એવા જ સમયે તમને કેમ એવા વિચાર આવે કે કૈંક એવું થાય ને આપણને આ મુસીબત માંથી બહાર કાઢે!! તો આ વાત તો એ પ્રૂફ કરાવે છે કે કોઈ એવું તત્વ જે જે આપણી સાથે છે...ભલે આપણે એને અલગ અલગ નામ થી ઓળખીએ છીએ,જુદા જુદા ધર્મ છે પણ એ તત્વ છે કે તમારી પાસે છે,જેને તમને બનાવ્યા છે...
કૈંક છે એવું જે ભવિષ્ય નું નક્કી કરે છે!!
એ શું છે એ જો ખબર પડે ને તો ક્ષણ નો સાક્ષાત્કાર થાય...અને આ ભવ તરી જાય...!
બસ છેલ્લે એટલું જ કહીશ કે જેમ ઝેર ના પારખાં ના હોય એમ એ તત્વ ના પારખાં ના હોય એનો અહેસાસ હોય અનુભૂતિ હોય....
એને કેમ પામવો??
એ માટે પ્રેરણા એના નાનકડા જ્ઞાન દ્વારા એ પ્રશ્ન નો જવાબ આપે છે...
"जो लोग ईश्वर को पाना चाहते है,उन्हे मन, वाणी, इन्द्रियों की पवित्रता और एक दयालु ह्यदय की जरूरत होती है"।
~prerna Jagadishbhai kanani ✨
Comments
Post a Comment