કન્યાદાન પહેલા વિદ્યાદાન

ઘણીવાર આપણે કહીએ કે દીકરીને ભણાવો...જો કે આજે આ બાબતમાં સ્થિતિ ઘણી સુધરી ગઈ છે છતાં પણ મે પ્રત્યક્ષ રીતે જોયું છે કે ક્યાંક એવા પછાત ગામડા ઓ માં સ્થિતિ તેમ ની તેમ જ છે.
મારા અનુભવ ની વાત: દીકરી ને ભણાવવામાં આજે કેટલી અજ્ઞાનતા છે આ બાબત નો મે ઘણીવાર પ્રત્યક્ષ અનુભવ કર્યો છે, આમ તો મારી પ્રવાસી હોબી ના લીધે હું ઘણા ગામડાઓમાં જાવ છું,તેવા જ એક ગામડાની વાત કરું કે એક વાર હું એક નાનકડા ગામડા માં ગઈ હતી જોકે આ વાત હું મારા ફ્રેન્ડ ની જ કરું છું એટલે ગામનું નામ કહેતી નથી,જ્યારે આ ગામમાં હું એની ઘરે ગઈ ત્યારે હું 11 માં ધોરણ માં ભણતી હતી,ત્યારે એમની ધરે ગઈ એટલે મે એને પૂછ્યું કે હવે આગળ કરીઅર નું શું વિચાર્યું છે? ત્યારે રસોડા માં બેઠેલી એની મમ્મી કહે:" એમાં આગળ શું!!એના પપ્પા એ આગળ ભણવાની ના પાડી છે,મારી ઈચ્છા છે,પણ એના પપ્પા આગળ અમારું ના ચાલે..!!હવે એ બિચારી છોકરી તો શું બોલે!!હું ત્યારે કંઈ બોલી ના શકી પણ મારા મન માં અનેક પ્રકારની ઉઠલ પાથલ ચાલતી હતી,એટલે એ એકલી હતી ત્યારે મે એને કહ્યું ,"આપણા મનગમતા કાર્ય માં જ્યારે બધા સાથ છોડી દે તો એકલું લડવાનુ..પણ ગીવઅપ નહિ કરવાનુ".
આ વાત મારી એના મન માં એટલી ઉતરી ગઈ કે એ ભણવા માટે એના પપ્પા સામે પહેલી વખત બોલી..અને સમજાવ્યા,એક પિતા નું દિલ ભલે કોઈક વાર ખોટો નિર્ણય લે પણ સમજાવટથી એ માની ગયા,અને આજે પણ એ છોકરી ભણે છે..અને ખૂબ ખુશ છે,અને એના પિતા પણ ઘણી વખત મને મળે એટલે એમ કહે કે "તે મને એક પાપ કરતા બચાવ્યો છે".
        એટલે કહેવાનું એમ કે તમે તમારી દીકરીને વહાલથી મોટી કરી હોય,એ ક્યારેક માંદી પડી હોય તો ઊંઘ ના આવે અને તમે એમ કહી દો કે એને પારકા ધેર મોકલવાની છે,બસ એટલે પતી ગયું!! 
 કન્યાદાન જીવનમાં મોટામાં મોટું પુણ્ય છે,આજના જમાનામાં મને લાગે લાગે છે કે એવું લુખ્ખે લુખ્ખું કન્યાદાન કરો તો પુણ્ય નહિ મળે.
કન્યાદાન નું પુણ્ય ત્યારે જ મળે જ્યારે તમે વિદ્યાદાન કર્યું હોય,તો કન્યાદાન પહેલા આપણે વિદ્યાદાન કરીએ, દીકરી ભણી ગણીને સાસરે જશે તો ક્યારેય મુશ્કેલી માં નહિ અટવાય, માનો કે એને સાસરે પરણાવીને મોકલી હોય સુખી સંસાર હોય અને ઈશ્વર ન ધાર્યું ને કંઈ મુસીબત આવી ગઈ,દીકરી પર દુઃખો નો પહાડ તૂટી પડ્યો તો એ દીકરી ભણેલી હશે તો પણ એ આખા કુટુંબ ને સાચવી લેશે,એના માં બાપ ને આશીર્વાદ આપશે કે મારા માં બાપે મને ભણાવી પછી પરણાવી તો આ મુસીબત વેળાએ પણ હું ટકી ગઈ.. નહીતો મારા કુટુંબનું શું થયું હોત? 
જ્યારે આપણે ત્યાં બળદ બીમાર પડ્યો હોય તો આપણે કેટલી મગજમારી કરીએ છીએ?ગામેગામ ફરી સારામાં સારો ડોક્ટર શોધી બળદને સાજો કરીએ છીએ,એક બળદ માટે આટલી ચિંતા કરીએ,પણ પોતાના વહાલસોયા સંતાનોના ભણતરની ચિંતા ન કરીએ એનાથી વધારે ખરાબ શું હોય શકે???
આશા છે કે આ લેખ થી કંઇક સમાજ ના દૂષણ ને નષ્ટ કરી શકાશે અને સમાજ ની બધી દીકરીઓ શિક્ષિત થાય એજ અભ્યર્થના...સાથે જય હિંદ....🙏🙏
     विद्या: समस्ता स्तव देवी भेदा:
      स्रीय: समस्ता स्तव देवी भेदा:।
        त्ययेक्या पूरीतयमलयेनत
      काते स्तुति: स्तव्यपरा परोक्ति:।।
                                 - Prerna j.kanani

 

Comments

Post a Comment

Popular posts from this blog

"दो दिन के दो पंछी"(उपन्यास) by prerna kanani

दिवाली2024

"ત્યાગપત્ર" ઉપન્યાસ નું મૂલ્યાંકન: મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી