"ત્યાગપત્ર" ઉપન્યાસ નું મૂલ્યાંકન: મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી

                             અનુક્રમણિકા 

1 ) નવલકથા એટલે શું?
2) નવલકથાકાર જૈનેન્દ્રકુમાર જૈન નો પરિચય 
3)"ત્યાગ પત્ર" નવલકથાનો કથાસાર 
4) "ત્યાગપત્ર" ના પાત્રોનો પરિચય 
5) "ત્યાગપત્ર" અને મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણ 
6)  મનોવૈજ્ઞાનિક મેસ્લોનો જરૂરીયાતનો સિદ્ધાંત અને              "ત્યાગપત્ર"
7) તાત્વિક મૂલ્યાંકન 
8) વિજ્ઞાનનું એક સ્વરૂપ: નિયતિવાદ 
9) "ત્યાગપત્ર" માંથી મળતો સંદેશ 
10) સંદર્ભ સાહિત્ય 





                       1) નવલકથા એટલે શું?                          
   
         
સાહિત્ય શબ્દનો સાચો અર્થ સાથે હોવાનો ભાવ છે. નવલકથા એક સાહિત્ય છે. "ત્યાગપત્ર" એ એક લઘુ નવલિકા છે. જેને વાર્તા કહી શકાય નહીં. 

અંગ્રેજી ભાષામાં નવલકથાનો અર્થ: 
અંગ્રેજીમાં નવલકથા માટે બે શબ્દોના પ્રયોગ કરવામાં આવે છે. 1) novel અને 2) fiction. જે મૂળ લેટિન અને ફ્રેન્ચ ભાષા પરથી ઉતરી આવ્યા છે. 
ગુજરાતી અને બંગાળી ભાષામાં "નવલકથા" શબ્દ પ્રચલિત છે. 

નવલકથાની પરિભાષા: 
એક અંગ્રેજી સમીક્ષક ના મત મુજબ "Novel is the criticism of life ". માનવીના વ્યક્તિત્વને પ્રગટ કરવું એ જ નવલકથાનું મુખ્ય ધ્યેય છે. કુતુહલ તથા જિજ્ઞાસા ની વૃતિ એ નવલકથાના સાહિત્યના મૂળમાંછે.  માણસના આ જ મનોવૃત્તિઓના સંતોષ માટે સાહિત્યના અનેક અંગોનો વિકાસ થાય છે. 

સંક્ષિપ્તમાં, નવલકથા એ માનવ જીવનનું સર્વાંગી ચરિત્ર ચિત્રણ કરે છે. 


     2) નવલકથાકાર જૈનેન્દ્રકુમાર જૈન નો પરિચય.         

                                  વ્યક્તિવાદી અને મનોવૈજ્ઞાનિક ઉપન્યાસ પરંપરામાં જૈનેન્દ્ર કુમાર જૈન નું સ્થાન ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યું છે. મહાત્મા ગાંધીજીનું અસહકારનો આંદોલન તેમજ સિગમંડ ફ્રોઈડના યૌનવિકાર ના સિદ્ધાંતના પ્રભાવથી જૈનેન્દ્રકુમાર જૈન નું વ્યક્તિત્વ અલગ જ તરી આવે છે. તેઓએ તેમનું મોટાભાગનું સાહિત્ય પ્રદાન હિન્દી ભાષામાં કર્યું છે. ત્યાગ પત્ર નવલકથા પણ હિન્દી સાહિત્યની એક પ્રખ્યાત નવલકથા છે. હિન્દી સાહિત્યમાં જૈનેન્દ્રકુમાર જૈન ની ખ્યાતિ એક નવલકથાકાર તરીકે ખૂબ જ વધારે છે. તેમની નવલકથાઓમાં મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ જોવા મળે છે તેઓ તેમની નવલકથામાં ઘટના કરતા વ્યક્તિ ચરિત્ર પર વધારે મહત્વ આપે છે.

         " ત્યાગ પત્ર" નવલકથામાં પણ તેઓએ બાહ્ય ચિત્રણ કરતા વ્યક્તિના આંતરિક ચરિત્રને વધારે દર્શાવ્યું છે. તેઓ વ્યક્તિના વ્યક્તિગત માનસિક સંઘર્ષ દ્વારા કથાને પ્રભાવ પૂર્ણ બનાવે છે.

જન્મ અને જીવન : 
જૈનેન્દ્રકુમાર જૈન નો જન્મ સન 1905 માં ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લાના કોડિયાગંજ ગામમાં થયો હતો. તેઓ જ્યારે ચાર વર્ષના હતા ત્યારે જ તેમના પિતાનું દેહાંત થઈ ગયું હતું. તેમનું પ્રારંભિક શિક્ષણ તેમના મામાના ઘરે થયું. 
                       તેઓએ સન 1919 માં પંજાબથી  મેટ્રિક પરીક્ષા ઉત્તીર્ણ કરી. ત્યાર પછી તેઓ કાશી હિન્દુ વિશ્વ વિદ્યાલય માં અધ્યયન કરવા માટે ગયા હતા. બે વર્ષ પછી તેઓ ગાંધીજીના અસહયોગના આંદોલનથી પ્રભાવિત થઈને તેમાં સક્રિય કાર્યકર્તાની ભૂમિકા ભજવી હતી. આ કારણે જ તેઓને કારાવાસની સજા પણ ભોગવવી પડી હતી. 
તેઓને કોઈપણ નોકરી ન મળવાને કારણે તેઓ પોતાને આજીવન કાયમી બેરોજગાર કહેતા હતા. માતાના સહકાર દ્વારા તેઓએ વ્યાપાર પણ શરૂ કર્યો પણ તેમાં પણ તેને  સફળતા પ્રાપ્ત ના થઈ. ઘણા કાર્યોમાં નિષ્ફળતા પછી તેઓએ સ્વતંત્ર લેખન કાર્ય શરૂ કર્યું. 
આમ જૈનેન્દ્રકુમાર જૈન નું હિન્દી સાહિત્ય સર્જનમાં ખૂબ મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. તેઓ હિન્દીમાં શ્રેષ્ઠ નવલકથાકાર, વાર્તાકાર તથા નિબંધકાર પણ હતા.

                3)"ત્યાગપત્ર નવલકથાનો કથાસાર.                

"ત્યાગ પત્ર" એક નારી જીવનની ગહન પીડાની અભિવ્યક્તિ પૂર્ણ કૃતિ છે. એક ભારતીય નારી નું જીવન તેને સહન કરવી પડતી વેદનાઓથી વિચલિત થઈ જાય છે પરંતુ ક્યારેય પણ તે પોતાના આદર્શોને ત્યાગી શકતી નથી. આ નવલકથાની નાયિકા "મૃણાલ"શરૂઆતમાં એક ભાવુક, સંવેદનશીલ પ્રેમિકા બનીને આવે છે અને એના પછી એક પતિવ્રતા નાયિકાની ની ભૂમિકા ભજવે છે.

                                   અને પછી તે હૃદયની પીડાને વ્યક્ત કરે છે અને તેના કારણે તે પોતાના પત્ની હોવાનો અધિકાર ખોય બેસે છે. અંતઃ તે ના એક સફળ પ્રેમિકા બની શકે છે કે ના તો સફળ પત્ની. તે એક ત્રીજા જ વ્યક્તિના પ્રણયમાં રહીને તેના તનનું સમર્પણ કરે છે. તે માને છે કે "દાન એ સ્ત્રીનું ધર્મ છે જો એક સ્ત્રી તન ના આપી શકે તો તેનું મન માંગવામાં આવે છે." 

"પ્રમોદ" જે પોતે ન્યાયાધીશના પદ ઉપર છે તે મૃણાલના જીવનની વેદના જોઈને સંવેદનશીલ બની જાય છે. અને તેના પદ પરથી ત્યાગ પત્ર(રાજીનામું) આપી દે છે.
                              "ત્યાગપત્ર" નવલકથામાં ઘટના અને કથા વસ્તુ બંને સંક્ષિપ્ત છે. હરિદ્વારમાં વિરક્ત જીવન વિતાવતા સ્વેચ્છાએ  નિવૃત્ત થયેલા જજ સર પી. દયાલની એક પાંડુ લિપિ એ ઉપન્યાસના સ્વરૂપમાં રાખી દેવામાં આવી છે. 
"પ્રમોદ" તેના પિતાનો એકમાત્ર સંતાન છે. તેની સાથે તેની એક ફોઈ પણ રહે છે જે પ્રમોદ થી લગભગ પાંચ છ વર્ષ મોટા છે. તેનું નામ "મૃણાલ" છે. મૃણાલ રંગરૂપ થી ખૂબ જ સુંદર છે. પ્રમોદના પિતાનો મૃણાલ પ્રત્યે સ્નેહ અખૂટ હતો. કારણ કે તે તેના પિતાની એકમાત્ર બહેન હતી. મૃણાલ પ્રમોદને ખૂબ જ ચાહતી હતી. તે ક્યારેક તેને "ભૈયા" નામથી પણ બોલાવતી હતી. પ્રમોદ પણ મૃણાલ ને ખૂબ જ ચાહતો હતો.મૃણાલની એક ખાસ મિત્ર શીલા હોય છે. શીલા ના ભાઈ સાથે મૃણાલની લાગણીઓ જોડાઈ જાય છે. પણ પ્રમોદની માં એટલે કે મૃનાલની ભાભી ને આ રહસ્ય ખબર પડી જાય છે. અને મૃણાલના વિવાહ એક આધેડ વયના પુરુષ સાથે કરવામાં આવે છે. જે તેનું માનસિક રીતે શોષણ કરે છે.

શીલા નો ભાઈ સિવિલ સર્જન બની જાય છે. તે મૃણાલને એક પત્ર દ્વારા કહે છે કે તેને જીવનમાં આજીવન લગ્ન ન કરવાનો નિર્ણય લીધો છે. મૃણાલ તેને ક્યારેય પણ પત્ર ના લખવા માટે કહી દે છે. મૃણાલ આ ઘટના તેના પતિ થી છુપાવવું પાપ માને છે. અતહતે આ પત્રની વાત તેના પતિને કહી દે છે. પતિ ગુસ્સે થઈને તેને એક નાની અંધેરી કોઠરીમાં મૂકી દે છે. ત્યાં એક કોલસા વાળો સાધારણ વ્યાપારી તેની ગૃહસ્થિ નો ત્યાગ કરીને તેની સહાયતા કરવા માટે તૈયાર થાય છે. તે વ્યાપારી મૃણાલના રૂપથી આકર્ષિત થયો હોય છે. તે મૃણાલ ને તેની પત્ની બનાવે છે. ત્યાં પ્રમોદ કોલેજની રજા સમયે અચાનક થી આવી જાય છે. મૃણાલ પ્રમોદને આ બધી બાબતો થી અજાણ રાખવા માંગતી હતી. પછી તે તેના જીવનની સંક્ષિપ્ત જીવન કથા તેના ભત્રીજા પ્રમોદને કહે છે. પ્રમોદ આ બધું સાંભળીને જ્યારે તેના ફોઈ મૃણાલને ઘરે પાછા આવવાનું કહે છે ત્યારે તે તેના આ પ્રસ્તાવને અસ્વીકાર કરી દે છે. 

એ પછી કોલસા વાળો વ્યાપારી પણ મૃણાલ ને છોડી દે છે. કોલસા વાળા વ્યાપારી દ્વારા મૃણાલ ને જે સંતાન નો જન્મ થાય છે તે છોકરી પણ મૃત્યુ પામે છે. આ જીવનના સંઘર્ષ પછી મૃણાલ એક ગંદી અને બદનામ વસ્તીમાં રહેવા લાગે છે. પણ આ વસ્તીમાં મૃણાલનું સન્માન છે. તેનું સ્વાભિમાન ત્યાં જીવંત રહે છે. એક વખત પ્રમોદ ત્યાં મૃણાલ ને લેવા માટે આવે છે ત્યારે મૃણાલ એ વસ્તીના લોકોના કલ્યાણ માટે તેને પૈસા દાન કરવાનો આગ્રહ કરે છે. પણ પ્રમોદ તેના કોઈના આ પ્રસ્તાવનો અસ્વીકાર કરે છે. પ્રમોદ ઘરે પાછો ફરે છે. એ પછી પ્રમોદ એક વકીલને ત્યાં પૈસા આપવા માટે કહે છે. એ જ વકીલ દ્વારા પ્રમોદને તેના ફોઈ મૃણાલના  મૃત્યુના સમાચાર મળે છે. પ્રમોદ જજના પદ પરથી ત્યાગ પત્ર આપે છે. એટલે કે રાજીનામું આપે છે. તે તેના ફોઈને પાટી નથી માનતો. પ્રમોદનું હૃદય ભરાય જાય છે. 

"ત્યાગપત્ર" નવલકથાની આજ રૂપરેખા છે.
              4)"ત્યાગપત્ર" ના મુખ્ય પાત્રોનો પરિચય.            

"ત્યાગપત્ર" ની કથા અલ્પ છે. ત્યાગપત્ર નવલકથાના મુખ્ય બે જ પાત્ર છે મૃણાલ અને પ્રમોદ. ગૌણ પાત્રોમાં પ્રમોદના માતા-પિતા, શીલાનો ભાઈ, મૃણાલનો પહેલો પતિ, બીજો પતિ એટલે કે કોલસા વાળો વ્યાપારી.

મુખ્ય પાત્ર ( મૃણાલ નું ચરિત્ર) :

મૃણાલ ની સુંદરતા એ કથાની સૌથી મહત્વપૂર્ણ બાબત છે. આંતરિક સુંદરતા એ એના બાહ્ય રંગ રૂપ ને અસાધારણ બનાવી દીધું છે અથવા તો બાહ્ય સુંદરતા એ એની આંતરિક સુંદરતાને મેઘ ધનુષ્યના રંગોની જેમ સુંદર બનાવી દીધી છે. રૂપ વરદાન પણ છે અને અભિશાપ પણ છે. કદાચ આના કારણે જ તે ક્યારેય સ્થિર જીવન જીવી ના શકી. મૃણાલ જૈનેન્દ્રકુમાર જૈનની કથાનું નારી ધર્મનું પ્રતીક છે અને આદર્શ વ્યક્તિત્વ છે. 
મૃણાલ માં સ્વાભિમાન અને સહાનુભૂતિ પણ જોવા મળે છે મૃણાલ ક્યારેય કોઈની આશ્રિત થઈ નહોતી. આત્મપીડા એના સ્વાભિમાન નું મહત્વ પૂર્ણ અંશ છે. આપીડા બીજા માટે છે. બીજા શબ્દોમાં કહીએ તો મૃણાલ દુઃખ રૂપી વિષ પીને લોકોને અમૃત આપે છે. આના કારણે જ જ્યારે મૃણાલનું મૃત્યુ થાય છે ત્યારે ગંદી વસ્તી તેના માટે દુઃખ વ્યક્ત કરે છે.


મુખ્ય પાત્ર ( પ્રમોદ નું ચરિત્ર )

પ્રમોદ મૃણાલના આંતરિક મનની અભિવ્યક્તિનું એક મહત્વપૂર્ણ સાધન છે.તે મૃણાલનું સ્નેહ બિંદુ છે. કિશોર મનમાં ઉભરાતી કામવૃત્તિઓનો આધાર બિંદુ છે. સંબંધમાં પ્રમોદ એ મૃણાલ નો ભત્રીજો છે. પ્રમોદના ચરિત્રની મુખ્ય વિશેષતા એ એની શીશુ સરળતા છે. તે સહજ ભાવથી તેના ફોઈને પ્રેમ કરે છે. આના કારણે જ મૃણાલ ની મૃત્યુનો દોષી તે પોતાની જાતને માને છે.
પ્રમોદના વ્યક્તિત્વની સૌથી મોટી મર્યાદા એ છે કે તેનામાં સાહસનો અભાવ છે. આના કારણે જ તે તેના માતા-પિતાના કોઈપણ નિર્ણયનો વિરોધ કરી શકતો નથી. જ્યારે મૃણાલ રોગી દલિતો અને નિમ્ન વર્ગના લોકો માટે આર્થિક સહાયતા નો પ્રસ્તાવ રાખે છે તો તે સ્વીકાર કરી શકતો નથી. પછી અંતમાં તેને આ વાતનો તાપ થાય છે. એક બુદ્ધિજીવી માણસના ચરિત્ર માટે આ વાત અનુકૂળ જ છે. અંતમાં એમ કહી શકાય કે પ્રમોદ એક સીધો, સરળ અને સારો વ્યક્તિ છે. 
            5)"ત્યાગપત્ર" અને મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ.          

હિન્દી ઉપન્યાસના ક્ષેત્રમાં મનોવિશ્લેષણાત્મક શૈલીને આગળ વધારનાર રચનાકારોમાં શ્રી જૈનેન્દ્રકુમાર જૈન નું નામ વિશેષરૂપથી લેવામાં આવે છે. શ્રી જૈનેન્દ્રકુમાર જૈન ની નવલકથાનો મુખ્ય આધાર મનોવૈજ્ઞાનિક અભિગમતો છે જ પણ તેની સાથે સાથે તેને તેની નવલકથાઓમાં  મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતોને ક્યારેય પણ આરોપીત થવા દીધા નથી.

અતઃ આપણે જૈનેન્દ્રકુમાર જૈન ની નવલકથાઓ અને સાહિત્યને વ્યક્તિવાદી મનોવૈજ્ઞાનિક નવલકથાઓની શ્રેણીમાં સ્પષ્ટ રૂપથી રાખી શકીએ છીએ. લેખક તેની નવલકથામાં ઓછામાં ઓછા પાત્રોની પસંદગી કરે છે અને તેના હૃદયના ભીતર પ્રવેશ કરે છે. આના કારણે જ પાત્રોની મનોગ્રંથિયા એક એક કરીને ખુલતી જાય છે. 

આના કારણે જ શ્રી જૈનેન્દ્રકુમાર જૈન ના ઉપન્યાસોમાં કથા ઓછી હોય છે અને ચરિત્ર વિશ્લેષણ વધારે. આ સંબંધમાં એક ઇન્ટરવ્યૂમાં જૈનેન્દ્રકુમાર જૈન પોતે તેના વિચારો પ્રસ્તુત કરે છે. "તેઓ કહે છે કે વાર્તા સંભળાવવી મારો ઉદ્દેશ્ય નથી પરંતુ વાંચકોને મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિથી વિચારતા કરવો એ મારો ઉદ્દેશ્ય છે." ઘટના વિહીન કથા હોવા છતાં પણ જિજ્ઞાસા બરાબર બાંધીને રાખે છે આ જૈનેન્દ્ર કુમારની  નવલકથાઓની એક મોટી વિશેષતા છે.

જૈનેન્દ્રકુમાર જૈનના નવલકથાઓની બધી નાયકાઓ પત્નીત્વ અને પ્રેમીના તણાવને નિરંતર સહન કરે છે. ત્યાગ પત્ર નવલકથા એ મૃણાલના પ્રણય વિવાહ ને દર્શાવે છે. ત્યારે આપણી સમક્ષ તે આપણા સામાજિક બંધનો ને  નકારતી જાય છે. પ્રણય, વિવાહ અને શારીરિક સંબંધમાં તેની ધારણા બદલી જાય છે.

જૈનેન્દ્રકુમાર જૈનના નવલકથાની એક અન્ય વિશેષતા એ છે કે આ બાબતમાં ડૉ.નગેન્દ્ર લખે છે કે,"જૈનેન્દ્ર કુમાર તેની લખાણની શૈલી માટે ખૂબ જાગૃત છે. પ્રભાવને તીવ્ર કરવા માટે એને નિરંતર પ્રયાસ કર્યો છે. આથી વેદનાની પરાકાષ્ઠા માટે સર. પી. દયાલ એટલે કે પ્રમોદની સૃષ્ટિ દર્શાવી છે. તે પ્રભાવની ગતિને તીવ્ર કરતા જાય છે અને અંતમાં મૃણાલની મૃત્યુ ઉપર આ તીવ્રતાનું યંત્ર તૂટી જાય છે. આ નવલકથા આત્મકથાત્મક શૈલીમાં લખાયેલી નવલકથા છે. જેમાં તે પાત્રો ના ભીતર આત્મદર્શન અને આત્મપીડાને વ્યક્ત કરે છે.

ત્યારે જ કહેવાય છે કે, " જે જ્ઞાન શાસ્ત્રમાં નથી મળતું તે જ્ઞાન આત્મચિંતનથી મળે છે" આત્મચિંતન દ્વારા સ્વ-દર્શન કરી શકાય છે. સમયની સાથે આપણા નૈતિકતાના માપદંડ પણ બદલે છે, આની સ્થાપના નો શ્રેય મુખ્યત્વે જૈનેન્દ્રકુમાર જૈન ને આપી શકાય. અંતમાં એમ કહી શકાય કે હિન્દી સાહિત્યમાં એક સફળ મનોવૈજ્ઞાનિક નવલકથાકાર જૈનેન્દ્રકુમાર જૈનને કહી શકાય. આ નવલકથાનો મુખ્ય ઉદ્દેશ આત્મપિડા દ્વારા બીજી વ્યક્તિનો સુધાર કરવાનો છે.
આથી નવલકથાના શરૂઆતમાં જ લેખક કહે છે કે,"ના ભાઈ,પાપ પુણ્યની સમીક્ષા મારાથી થઈ શકશે નહીં." અંતમાં આત્મપશ્ચાતાપ પણ જોવા મળે છે. આ નવલકથાના જુદા જુદા મનોવૈજ્ઞાનિક અભિગમને નીચેના ભાગોમાં વર્ગીકૃત કરી શકાય. 

1) જિજ્ઞાસાવૃત્તિ : 

સૃષ્ટિના વિષયમાં જવાબ ન મળવા માટે લેખક "ત્યાગપત્ર" નવલકથામાં વિચારે છે કે," જ્ઞાની જન કહીને ગયા છે કે પરમ કલ્યાણમય આ સૃષ્ટિમાં તેની પરમ લીલાનો વિસ્તાર કરે છે, લીલા તેની છે જીવન મૃત્યુ આપણે છીએ!! મૃત્યુ કેમ થાય છે?આપણી ચેષ્ટાઓ અને આપણા પ્રયત્નો શું છે? શા માટે છે? સમગ્ર સૃષ્ટિ એક સ્વયં જવાબ છે. તેનું તાત્વિક મૂલ્યાંકન આ રીતે પણ કરી શકાય. મન સહન કરે છે, જેટલું સહન કરીએ છીએ તેટલી જ વ્યક્તિત્વના વિરાટ સ્વરૂપની ઝાંખી થઈ શકે છે.

2) સ્ત્રીધર્મ ની વ્યાખ્યા :

લેખક ત્યાગપત્રમાં લગ્નના સંદર્ભમાં કહે છે કે,"લગ્ન એ માત્ર બે વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ નથી પણ તે સમાજ વચ્ચેનો પણ સંબંધ છે. લગ્ન એ ભાવુકતાનો પ્રશ્ન નથી પણ વ્યવસ્થા નો પ્રશ્ન છે. આમ જૈનેન્દ્રકુમાર જૈન ના વિચાર પરંપરાઓથી બંધાયેલા છે.

3) સમાજના નિમ્નવર્ગ પ્રત્યે સહાનુભૂતિ :

કોઈપણ વ્યક્તિને ઉચ્ચકક્ષાનો દરજ્જો પ્રાપ્ત કરવા માટે અનેક વ્યક્તિઓના સહયોગ ની જરૂર હોય છે. મૃણાલ આ સંદર્ભમાં કહે છે કે, " હું જે લોકોને સાથે રહી છું તે સમાજમાં એક કલંક છે." પણ અંતમાં તો તે માણસ જ છે. મૃણાલ કહે છે કે મદદ કરવાની ભાવના સિવાય કોઈ મોટી બીજી પુંજી હોઈ શકે નહીં. 
તાત્પર્ય એ છે કે નિમ્નવર્ગના લોકો ભીતર અને બાહ્ય એક હોય છે. આથી તેઓમાં માનવતા અને સહજતા હોય છે. આના કારણે જ મૃણાલ પ્રમોદને તેના માટે ખર્ચ કરવાનો આગ્રહ કરે છે.

આ સમગ્ર નવલકથાના પૃથ્થકરણ થી ખબર પડે છે કે લેખકે માનવ મનના વિશ્લેષણ માટે મનોવિજ્ઞાનનો પણ ઉપયોગ કર્યો છે. મૃણાલ અચેતન મનના આવેગમાં કાર્ય કરે છે. અતૃપ્ત ઈચ્છાઓ મૃણાલ ના વ્યક્તિત્વને અસાધારણ બનાવી દે છે. સંક્ષિપ્તમાં કહીએ તો નવલકથાકાર જયનેન્દ્રકુમાર જૈન ને તત્વજ્ઞાન અને મનોવિજ્ઞાનના સમન્વયથી માનવ ચરિત્રના વિવિધ પહેલુંઓને પ્રસ્તુત કર્યા છે. તેઓએ "ત્યાગપત્ર" નવલકથામાં મનની સ્થિતિઓને સુંદર રીતે પ્રદર્શિત કરી છે. આ કારણે જ "ત્યાગપત્ર" નવલકથાને ક્રાંતિકારી નવલકથા પણ માનવામાં આવે              મનોવૈજ્ઞાનિક મેસ્લોનો જરૂરિયાતનો સિદ્ધાંત અને                                         "ત્યાગપત્ર"                                

.             P.C: https://gu.m.wikipedia.org

મનોવિજ્ઞાનના ક્ષેત્રોમાં અબ્રાહમ મેસ્લોનું પ્રદાન ખૂબ જ અગત્યનું છે.અબ્રાહમ મેસ્લોના મતે વ્યક્તિ શારીરિક જરૂરિયાતના સંતોષ પછી કક્ષાની જરૂરિયાતોનો સંતોષ મેળવી શકે છે.આ નવલકથા માં પણ મૃણાલ અને પ્રમોદ ના પાત્રોમાં આપણને જરૂરિયાતના કોટીક્રમ પ્રમાણે વ્યક્તિત્વના ગુણો જોવા મળે છે. જે ક્યાંક ને ક્યાંક મેસ્લોના સિદ્ધાંત સાથે પણ સામ્યતા ધરાવે છે. જે નીચે મુજબ છે.

1) સ્વાભિમાન :

સ્વાભિમાન ની જરૂરિયાત આત્મસન્માન સાથે પણ સંકળાયેલી છે. મૃણાલને સુંદર વ્યક્તિત્વની સજાગતા આત્મવિશ્વાસ અને સ્વાભિમાન થી ભરી દે છે. આના જ કારણે મૃણાલ ક્યારે આશ્રિત રહેવા નથી માંગતી. ભૃણાલ પ્રમોદ ને કહે છે કે," એક વખત ઘરે આવીને હું સમજી ગઈ હતી કે આ રીતે પિયરમાં આવવું ઠીક નથી. સ્ત્રી જ્યાં સુધી સાસરા પક્ષની છે ત્યાં જ સુધી પિયરની છે." મૃણાલ નું  આજ સ્વાભિમાન તેને અલગ અલગ પરિસ્થિતિઓમાં આત્મહત્યા કરવાથી પણ રોકે છે
તે પ્રમોદને કહે છે કે," મેં એ વિચાર્યું હતું કે હું મરી જઈશ, આ રીતે જીવવાનો શું ફાયદો છે? પણ એક વખત મને ખબર પડી કે જેને આપણને જીવન આપ્યું છે મૃત્યુ પણ તેને જ આપ્યું છે" આજ વિશ્વાસ અને શ્રદ્ધા તેના સ્વાભિમાનનો એક મહત્વપૂર્ણ અંશ છે. સ્વાભિમાન સાથે સહાનુભૂતિ પણ જોડાયેલી છે. મૃણાલ નિમ્ન વર્ગ અને પીડિતો પ્રત્યે પણ સહાનુભૂતિ દર્શાવે છે.

2) ક્ષમાશીલતા અને પરિશ્રમી :

વ્યક્તિએ વ્યક્તિત્વની ઉચ્ચ કક્ષા સુધી પહોંચવું હોય એટલે કે મેસ્લોના જરૂરિયાતના કોટિક્રમ મુજબ સ્વ-આવિષ્કાર સુધી પહોંચવું હોય તો વ્યક્તિના વ્યક્તિત્વમાં ક્ષમાશીલતાનો પણ ગુણ હોવો જોઈએ. સ્વાભિમાની એ જ વ્યક્તિ થઈ શકે જે પરિશ્રમી હોય. જે વ્યક્તિ વાસ્તવમાં પરિશ્રમ એ છે તે જ વ્યક્તિ ક્ષમાશીલ પણ છે. જ્યારે મૃણાલ ને ખબર પડે છે કે તેની ભાભી એટલે કે પ્રમોદની માનું અવસાન થઈ ગયું છે તો ત્યારે તે પ્રમોદને પત્ર લખે છે. પ્રમોદને ખબર પડે છે કે મૃણાલનું હૃદય કેટલું વિશાળ છે.મૃણાલ લખે છે કે, "પ્રમોદ,માતા થવું એ સૌભાગ્યની વાત છે, એ સ્વર્ગવાસી આત્માની સેવા હું ના કરી શકી એનું મને દુઃખ છે." 
ઉપયુક્ત વિવેચનથી ખબર પડે છે કે મૃણાલ વાસ્તવમાં કેટલી મહાન છે. 

3) સ્નેહ કી આકાંક્ષા:

મેસ્લોના મત મુજબ પ્રેમ અને સ્નેહની જરૂરિયાત એ વ્યક્તિની જન્મજાત જરૂરીયાત છે. સ્નેહ પ્રાપ્ત કરવો અને અન્ય વ્યક્તિને સ્નેહ આપવો એ વ્યક્તિના વ્યક્તિત્વનો એક મહત્વનો ગુણ છે. "ત્યાગપત્ર" નવલકથામાં પ્રમોદ ઈચ્છે છે કે તેના માતા-પિતા તેના આસપાસના લોકો અને તેની ફોઈ મૃણાલ તેને ખૂબ પ્રેમ કરે. અને આજ સ્નેહની પિપાસાથી સાથે પ્રેરિત થઈને તે મૃણાલ ને મળવા જાય છે.
મૃણાલ ની મૃત્યુના સમાચાર વખતે તેની અંતરચેતના જાગૃત થાય છે અને તે વિલાપ કરે છે. પ્રમોદ આત્મવિશલેશન કરે છે અને આના જ કારણે તે તેના વ્યક્તિત્વ પ્રતિ ખરો ઉતરે છે. પ્રમોદ નો આખું વ્યક્તિત્વ એક બુદ્ધિજીવી સજ્જન વર્ગનું પ્રતિનિધિત્વ કરે છે.

                  "ત્યાગપત્ર" એક તાત્વિક મૂલ્યાંકન                 

1) વ્યક્તિગત કથાનું નિર્માણ:

શ્રીમતી ઓમ શુક્લ કહે છે કે,"હિન્દી ઉપન્યાસ સાહિત્યમાં જ્યાં પ્રેમચંદ સામાજિક જીવનને વર્ણવે છે.જૈનેન્દ્ર આંતરિક જીવનને વર્ણવે છે. તેને સામાજિક જીવનનું વર્ણન કર્યું છે પરંતુ વ્યક્તિગત જીવનને પણ બાકાત રાખ્યું નથી. તેઓએ લોકોના માનસિક સંઘર્ષોની સાથે સાથે માનસિક વિકૃતિઓનું પણ વર્ણન કર્યું છે. ત્યાગ પત્રમાં મૃણાલ પણ માનસિક વિકૃતિઓથી બચી નથી શકતી, અને પ્રમોદ પણ નથી બચી શકતો. 

2) અંતરમુખી પાત્રોની રચના: 

"ત્યાગપત્ર" ઉપન્યાસમાં મૃણાલ એક એવું પાત્ર છે કે જે શરૂઆતથી લઈને અંત સુધી માનસિક સંઘર્ષનો અનુભવ કરે છે. પ્રમોદ નું નિરૂપણ એક સાક્ષી વ્યક્તિ તરીકે કરવામાં આવતું નથી. કારણ કે પ્રમોદ અંતમાં પણ જે છે એ પલાયન કરે છે. જૈનેન્દ્રકુમાર જૈન પાત્રોને એવી રીતે દર્શાવે છે કે તે તેના માનસને નહીં પરંતુ અતિ માનસને સ્પર્શ કરે છે.

3) વ્યક્તિત્વ ની જાગૃતતા:
મૃણાલ સુંદર હતી.અને આ જ સજાગતાં આત્મવિશ્વાસથી ભરી દે છે. મૃણાલ ની આ જાગૃતતા તેની શક્તિ બને છે. અને આ જ શક્તિ તેને કોલસાવાળા વ્યાપારી સાથે રહેવા માટે પ્રેરિત કરે છે.
                  વિજ્ઞાનનું એક સ્વરૂપ: નિયતિવાદ.             

વિજ્ઞાન એ નિયતિવાદમાં માને છે. વિજ્ઞાન માને છે કે જગતમાં જે કાંઈ પણ બને છે તેનો ચોક્કસ ક્રમ હોય છે અને જગતમાં ચોક્કસ વ્યવસ્થા છે.
જૈનેન્દ્રકુમાર જૈન ના નવલકથાઓમાં પ્રેમ અને વિવાહને વ્યક્તિની સમસ્યાના રૂપમાં વ્યાપક સ્થાન આપ્યું છે. નવલકથાની કથા એ વ્યક્તિ, સમાજ, નારી, પ્રેમ,વિવાહ અને નૈતિકતાના બિંદુઓને સ્પર્શીને આગળ વધે છે. જ્યારે અસહાઈ પૂર્ણ પરિસ્થિતિ આવે છે ત્યારે મૃણાલ અને પ્રમોદ અથવા તો કોઈ પણ પાત્ર નિયતિને આધીન થઈ જાય છે. 
નિયતિનો સરળ અર્થ એ છે કે,"જે બાબત કે ઘટના અનિવાર્ય રૂપથી ભવિષ્યમાં બનવા કારક છે,તેને કોઈ રોકી શકતું નથી. ભયંકર, તાકાતવર,મનુષ્ય તથા પ્રાણી પણ તેની સામે અસહાય થઈ જાય છે. "ત્યાગપત્ર" ઉપન્યાસમા બે પ્રમુખ પાત્ર છે મૃણાલ અને પ્રમોદ. જે નિયતિ ચક્રની આગળ મજબૂર છે. મૃણાલ પણ પોતાનું સર્વસ્વ નિયતિને સમર્પિત કરી દે છે. પ્રમોદ કહે છે કે નિયતિ સમક્ષ કોઈપણ વ્યક્તિનું કંઈ ચાલતું નથી.તમામ લોકો નિયતિને આધીન છે. પ્રમોદ તો અંત સુધી નિયતિનું પૂતળું બને છે. 
આ સંસારમાં જે ઘટનાઓ બને છે તે બની જાય છે. મનુષ્ય તેના કર્મ માટે સ્વતંત્ર નથી. એટલા જ માટે જે ક્રમિક રીતે ઘટનાઓ બનવાની છે તેમાં મનુષ્યનો કોઈ હસ્તક્ષેપ નથી.

સંક્ષિપ્તમાં કહીએ તો જૈનેન્દ્રકુમાર જૈન સ્વયં નિયતિવાદી છે. મૃણાલ અને પ્રમોદ પણ નિયતિવાદી છે.


                   ત્યાગપત્ર માંથી મળતો સંદેશ                      

"ત્યાગપત્ર" માંથી નીચે મુજબ નો સંદેશ મળે છે.

1) જીવન એક સંઘર્ષ છે. નિયતિ સર્વોપરી છે. 
2) તમામ મનુષ્ય સમાન છે. એટલા માટે ઊંચ,નીચ નો ભેદભાવ રાખવો વ્યર્થ છે.

"ત્યાગપત્ર" ના પાત્રો સંઘર્ષથી થાકી જાય છે. પ્રમોદ વિચારે છે કે,"એ સાગરની લહેરોનો અંત ક્યાં છે? કિનારો ક્યાં છે? આંખોને આરામ આપવા માટે કોઈ સહારો નથી, ક્ષિતિજનો માત્ર છેડો છે જ્યાં આકાશ સમુદ્રને મળે છે, ત્યાં વાદળી અંધકાર જોવા મળે છે પણ અંત ત્યાં પણ નથી!" 
મૃણાલ મધ્યમ વર્ગથી લઈને નિમ્ન વર્ગના સ્તર પર પણ જીવન જીવે છે. તે માને છે કે મધ્યમ વર્ગ અને ઉચ્ચ વર્ગ ભીતરથી અને બહારથી બંધ છે. પણ નિમ્ન વર્ગ ખુલ્લો છે. તે કહે છે કે," સુખી થવું હોય તો અન્ય વ્યક્તિની પીડાને સમજતા શીખવું જોઈએ, સુખ આપવાથી સુખ મળે છે. અને તેનાથી જ આત્માનો વિસ્તાર થાય છે. આત્મપીડા જ સંસારનું સત્ય છે. તેનાથી જ સ્વ નો  વિસ્તાર થાય છે.
સંક્ષેપ્તમાં "ત્યાગપત્ર" નવલકથા એ વ્યક્તિના અહંકારના વિસર્જન નો સંદેશ આપે છે.


                                સંદર્ભ સાહિત્ય.                            

1) "ત્યાગપત્ર" એક અધ્યયન,પરીખ ઝાલા
             (પરીખ અને પરીખ પ્રકાશન) 

2)https://gu.m.wikipedia.org

3) "ત્યાગપત્ર" ઉપન્યાસ (જૈનેન્દ્રકુમાર જૈન ) 

4) B.A.-Hindi HNDM/S 101 BLOCK-3 UNIT-13 ‘त्यागपत्र’ उपन्यास में मनोविज्ञानYouTube · BAOUGujarat4 Oct 2022

5) https://www.shodhjournal.com



























































































Comments

Popular posts from this blog

"दो दिन के दो पंछी"(उपन्यास) by prerna kanani

दिवाली2024